માવઠાના લીધે જામનગરમાં મગફળી-કપાસના પાકને માર, તૈયાર જણસો બચાવવા ખેડૂતોની દોડધામ
જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે સોમવારે વહેલી સવારથી છવાયેલા મેઘાડંબરે જામનગર ઉપરાંત કાલાવડ, જામજોધપુર ઉપરાંત ખંભાળિયા અને કલ્યાણપુર પંથકના કેટલાક વિસ્તારોમાં કમૌસમી વરસાદ વરસાવ્યો
કમસોમી વરસાદ


જામનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે સોમવારે વહેલી સવારથી છવાયેલા મેઘાડંબરે જામનગર ઉપરાંત કાલાવડ, જામજોધપુર ઉપરાંત ખંભાળિયા અને કલ્યાણપુર પંથકના કેટલાક વિસ્તારોમાં કમૌસમી વરસાદ વરસાવ્યો હતો.

માવઠાના કારણે ખેડૂતોના મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકશાનની ભિતી દર્શાવાઇ રહી છે. હળવા વરસાદથી ખેત જણસોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ઘરતીપુત્રોનો મોઢે આવેલો કોળીયો છિનવાઇ જાય તેવો ઘાટ સર્જાયો છે.ખાસ કરી મગફળીના લગભગ તૈયાર થયેલા પાકને માવઠાનો માર લાગતા ખેડૂતો પણ ચિ઼તાતુર બન્યા છે.

કાલાવડ શહેર અને ગ્રામ્યમાં સવારથી અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદી ડોળ છવાયેલો રહયો હતો જે દરમિયાન બપોરે બે વાગ્યા બાદ ગાજવિજ સાથે વરસાદ શરૂ થયો હતો.વરસાદે વેગ પકડતા ચાર વાગ્યા સુધીમાં 20 મીમી પાણી વરસી ગયુ હતુ. જેના પગલે માર્ગો પર પાણી વહેતા થયા હતા.

બીજી બાજુ વરસાદના કારણે ખેડૂતોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકશાનની આશંકા પણ દર્શાવાઇ રહી છે. મગફળીનો લગભગ તૈયાર થયેલા પાકને કમૌસમી વરસાદથી વ્યાપક નુકશાન થયાનુ ખેડૂતો જણાવી રહયા છે.

લાલપુરમાં બપોરે અઢી વાગ્યે કમૌસમી વરસાદે વરસવાનુ શરૂ કર્યુ હતુ. લગભગ બે કલાક સુધી એકધારા વરસેલા આ વરસાદે સાંજ સુધીમાં એક ઇંચથી વધુ પાણી ઠાલવી દિઘુ હતુ. અવિરત વરસાદે માર્ગો પર પાણી વહેતા કરી દિઘા હતા. જયારે ગ્રામ્ય પંથકમાં પણ વરસેલા વરસાદે મગફળી, કપાસ અને સોયાબીનના પાકને નૂકશાન કર્યાનુ ખેડૂતો જણાવી રહયા છે.

જામનગર શહેરમાં બપોરે પોણા ત્રણ વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો.જે લગભગ પોણો કલાક સુધી હળવા ભારે ઝાપટા સ્વરૂપે યથાવત રહયો હતો.શહેર આજુબાજુના દડીયા વગેરે પંથકમાં પણ હળવો વરસાદ પડયો હતો. અમુક સ્થળોએ પાછોતરી મગફળી પીળી પડી જવાની શકયતા સાથે કયાંક કયાંક તૈયાર મગફળીના પાથરા પણ પાણીમાં પલળી જતા ભેજના કારણે પાકને નુકશાન થયાનુ ખેડૂતો જણાવી રહયા છે.

હાલ વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં ખેત જણસી સાચવવા દોડધામ મચી જવા પામી છે સાથે મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા અમુક પંથકમાં ખેડૂતો પર આભ ફાટે તેવી ચિંતા ફેલાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande