
ગીર સોમનાથ, 28 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને લીડ બેંક જૂનાગઢ દ્વારા નાણામંત્રાલયના નાણાકીય સેવા વિભાગના માર્ગદર્શન હેઠળ અનક્લેમડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન તમારી મુડી તમારો અધિકાર અંતર્ગત મેગા કેમ્પનું આયોજન આગામી તા. ૩૦ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ કલાકે હરિવાડી, હાટકેશ હોસ્પિટલ સામે, દોમડીયા વાડી બાજુમાં, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે.
નાગરિકોને તેમની રકમ પર પોતાનો હક પ્રાપ્ત થાય અને નાણાકીય જાગૃતિ વધે તે આ કેમ્પનો મુખ્ય હેતુ છે. આ કેમ્પમાં વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા પોતાના સ્ટોલ રાખવામાં આવશે, જેમાં ગ્રાહકોને તેમની અનક્લેમ્ડ ડિપોઝિટ, એકાઉન્ટસ્ તથા DEAF દાવા સંબંધિત માહિતી ચકાસણી તથા તાત્કાલિક નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના નાગરિકોને પોતાની અનક્લેમ્ડ રકમ તથા એકાઉન્ટ સંબંધિત માહિતી મેળવવા તથા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ કેમ્પનો બહોળા પ્રમાણમાં લાભ લેવા એસ.બી.આઈ. અને લીડ બેંકના મેનેજર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ