દિવાળી વેકેશનમાં મોઢેરા સૂર્ય મંદિર બન્યું પર્યટનનું હોટસ્પોટ, ઐતિહાસિક ધરોહર જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા
મહેસાણા, 28 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળી વેકેશન શરૂ થતાં જ મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર આ દિવસોમાં પર્યટકો માટે સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. રાજ્યભરના
દિવાળી વેકેશનમાં મોઢેરા સૂર્ય મંદિર બન્યું પર્યટનનું હોટસ્પોટ — ઐતિહાસિક ધરોહર જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા


દિવાળી વેકેશનમાં મોઢેરા સૂર્ય મંદિર બન્યું પર્યટનનું હોટસ્પોટ — ઐતિહાસિક ધરોહર જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા


દિવાળી વેકેશનમાં મોઢેરા સૂર્ય મંદિર બન્યું પર્યટનનું હોટસ્પોટ — ઐતિહાસિક ધરોહર જોવા હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા


મહેસાણા, 28 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળી વેકેશન શરૂ થતાં જ મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિખ્યાત મોઢેરાનું સૂર્ય મંદિર આ દિવસોમાં પર્યટકો માટે સૌથી મોટું આકર્ષણ કેન્દ્ર બની ગયું છે. રાજ્યભરના ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે.

સોલંકી કાળ દરમિયાન નિર્માણ પામેલું મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતની ગૌરવપૂર્ણ વારસાગાથાનું પ્રતિક છે. સુશોભિત શિલ્પકલા, પ્રાચીન સ્થાપત્ય અને કોતરણીની અદભુત કળા ધરાવતું આ મંદિર માત્ર ધાર્મિક મહત્વ ધરાવતું નથી, પણ ઇતિહાસ અને સંસ્કૃતિમાં રસ ધરાવતા પ્રવાસીઓ માટે પણ એક અનોખું ગંતવ્ય છે.

દિવાળી વેકેશન દરમિયાન અહીં પરિવારોના સમૂહો જોવા મળી રહ્યા છે. બાળકો અને વડીલો સહીત લોકો સૂર્ય ભગવાનના દર્શન કરી રહ્યા છે તથા મંદિરના શિલ્પકલા અને વિભાવનાત્મક સ્થાપત્યનું નિરીક્ષણ કરી આનંદ માણી રહ્યા છે. ઘણા પ્રવાસીઓ મંદિર પરિસર પાસેના પ્રાચીન કુંડ અને આસપાસના પ્રાકૃતિક સૌંદર્યનો પણ આનંદ લઈ રહ્યા છે.

આ વધતા પર્યટનથી સ્થાનિક ધંધા-રોજગારને પણ નોંધપાત્ર વેગ મળ્યો છે. મંદિર આસપાસ આવેલા હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ સ્ટોલ્સ પર પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓ માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી સાબિત થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande