

ગાંધીનગર, 28 ઓક્ટોબર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા સિનિયર IAS અધિકારી એમ. કે. દાસને ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હાલ તેઓ મુખ્યમંત્રી કાર્યાલય (CMO) માં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હાલના ચીફ સેક્રેટરી પંકજ જોશી 31 ઑક્ટોબરે નિવૃત્ત થશે, ત્યારબાદ એમ. કે. દાસ ચાર્જ સંભાળશે.
મનોજ કુમાર દાસ (એમ. કે. દાસ) 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી છે. તેમને પ્રશાસનિક ક્ષેત્રે 30 વર્ષથી વધુનો અનુભવો છે અને રાજ્ય સરકારના અનેક મહત્વના વિભાગોમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
તેમનો જન્મ 20 ડિસેમ્બર 1966ના રોજ બિહારના દરભંગામાં થયો હતો. તેમણે IIT ખડગપુરમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેક (ઓનર્સ) ડિગ્રી મેળવી છે.
સરકારમાં મહત્વપૂર્ણ ફરજો:
એમ. કે. દાસે ગુજરાત સરકારમાં અનેક કી-પોસ્ટ પર સેવા આપી છે —
ચીફ સેક્રેટરી (હાલ નિયુક્ત)
હોમ વિભાગમાં ફરજ બજાવી
મુખ્યમંત્રી કાર્યાલયમાં (CMO) બે દાયકામાં ત્રીજી વાર કામ કરવાની તક
વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા
મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી (2018)
ગુજરાત મરીન બોર્ડ (GMB)ના ચેરમેન તરીકે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
એમ. કે. દાસ 20 ડિસેમ્બર 2026ના રોજ નિવૃત્ત થશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ