પોરબંદરમાં જલારામ જયંતીની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : સુદામાનગરી પોરબંદરમાં સંત શિરોમણી જલારામ બાપ્પાની 226મી જન્મજ્યંતિ પ્રસંગની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં તથા રાણાવાવમાં જલારામ બાપ્પાની જન્મ જયંતિ ઉજવવામાં આવશે. પોરબંદર શહેરની જો વાત કરીએ તો
પોરબંદરમાં જલારામ જયંતીની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ.

પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : સુદામાનગરી પોરબંદરમાં સંત શિરોમણી જલારામ બાપ્પાની 226મી જન્મજ્યંતિ પ્રસંગની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં તથા રાણાવાવમાં જલારામ બાપ્પાની જન્મ જયંતિ ઉજવવામાં આવશે.

પોરબંદર શહેરની જો વાત કરીએ તો નવા તથા જુના જલારામ મંદિરે સાંજે મહા આરતી તેમજ સાંજના 4 કલાકે વિશાલ શોભાયાત્રાનું આયોજન લોહાણા મહાજન તથા વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે સાથે રામધૂન મંદિર પાસે આવેલા લોહાણા મહાજન વાડીએ 20-25 હજાર લોકોનો ભોજન સમારોહ(મહાપ્રસાદી)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.અને હાલ લોહાણા મહાજન વાડીએ લોહાણા સમાજના પ્રમુખ સંજયભાઈ કારિયા અને તેમની ટિમ દ્વારા સમગ્ર આયોજનને આખરી ઓપ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે. લોહાણા મહાજન વાડીએ હાલ ગુંદી-ગાઠીયા બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande