
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હાલ પોરબંદરમાં મગફળીના પાકને ઉપાડવાની કામગીરી (લણણી) મોટા પ્રમાણમાં થઇ રહી છે તે વચ્ચે કુદરતી પ્રકોપ વરસાદને લીધે ખેડૂતોને નુકશાની થઈ રહી છે ત્યારે ખેડૂતોના હિતમાં પોરબંદર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના માજી અધ્યક્ષ ભુરાભાઈ ખીમાભાઈ કેશવાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઇ વાધાણીને પત્ર લખી પોરબંદર જિલ્લામાં થયેલ નુકશાનીનો તાત્કાલિક સર્વે કરવા અને ખેડૂતોને વળતર ચૂકવવા રજુઆત કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya