પોરબંદરના માછીમારોને ટોકન આપવાનું બંધ કરાયું
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : અરબી સમુદ્ર રફ બન્યો છે અને વધુ વરસાદ અને પવનની આગાહી હોવાથી માચ્છીમારોને ફિશીંગ માટેના ટોકન આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. રાજ્યના નાયબ મત્સ્યોદ્યોગ નિયામકે પરિપત્ર બહાર પાડી જણાવ્યુ છે કે તા. 30-10-2025 સુધી ખરાબ
પોરબંદર ના માછીમારોને ટોકન આપવાનું બંધ કરાયું.


પોરબંદર ના માછીમારોને ટોકન આપવાનું બંધ કરાયું.


પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : અરબી સમુદ્ર રફ બન્યો છે અને વધુ વરસાદ અને પવનની આગાહી હોવાથી માચ્છીમારોને ફિશીંગ માટેના ટોકન આપવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે.

રાજ્યના નાયબ મત્સ્યોદ્યોગ નિયામકે પરિપત્ર બહાર પાડી જણાવ્યુ છે કે તા. 30-10-2025 સુધી ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવાનો હોય દરિયામાં માછીમારી માટે ગયેલ તમામ બોટસને તાત્કાલિક અસરથી પરત બોલાવી લેવી તેમજ આગામી સૂચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવા તથા માછીમારી બોટસને ટોકન ઇસ્યુ ન કરવા માટે સુચના આપવામાં આવે છે. ઉકત સૂચનાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ બાબતે તાત્કાલિક ચુસ્તપણે ઘટતી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. માછીમારોના જાનમાલને નુકશાન ન થાય તે માટે છે તાત્કાલિક જરૂરી સાવચેતીના તમામ પગલા લેવા દરેક જિલ્લા અધિકારીઓને ચુસ્ત અમલવારી અર્થે સૂચના આપવામાં આવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande