


મહેસાણા, 28 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મોતીપુરા ગામ નજીક ખેતરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ખેતરમાં મગફળીની પાક કાપણી અને થ્રેસર મશીન દ્વારા દાણા અલગ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક ખેતમજૂર મહિલા થ્રેસર મશીનમાં ખેંચાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.
માહિતી મુજબ, મહિલા પોતાના પરિવાર સાથે મજૂરી કરવા માટે ખેતરમાં હાજર હતી અને અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના લોકો દોડી આવ્યા છતાં મહિલાને બચાવી શકાયી નહોતી. અકસ્માત બાદ ગ્રામજનોમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઘટનાની ગંભીરતા સ્પષ્ટ જોવા મળે છે. ખેતીના સીઝનમાં આવી દુર્ઘટનાઓ વારંવાર બનતી હોવાને કારણે ખેડૂતો અને મજૂરોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. સ્થાનિક લોકોએ સરકારને ખેતરકામ દરમિયાન મશીનોના સલામતી ધોરણો અંગે જાગૃતિ લાવવા માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR