
પોરબંદર, 28 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર નજીકના ધરમપુર નજીક અકસ્માતે ટ્રેન હેઠળ આવી જતા રાણાવાવના યુવાનનુ મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે રહેતા દિલીપ રાજશીભાઈ ચાવડા નામના યુવાનનુ ધરમપુર નજીક અકસ્માત ટ્રેન હેઠળ આવી જતા મોત થયુ હતુ, આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya