પોરબંદરમાં જલારામબાપાની 226 ફૂટની રંગોળી તૈયાર કરાઈ
પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરમાં જલારામ બાપ્પાની 226મી જન્મજયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર શહેરના સત્યનારાયણ મંદિરના પટાંગણમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી એકતા દ્વારા જલારામ બાપ્પાની વિશાળ રંગોળી તૈયા
પોરબંદરમાં જલારામબાપા ની 226 ફૂટની રંગોળી તૈયાર કરાય.


પોરબંદરમાં જલારામબાપા ની 226 ફૂટની રંગોળી તૈયાર કરાય.


પોરબંદરમાં જલારામબાપા ની 226 ફૂટની રંગોળી તૈયાર કરાય.


પોરબંદરમાં જલારામબાપા ની 226 ફૂટની રંગોળી તૈયાર કરાય.


પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર શહેરમાં જલારામ બાપ્પાની 226મી જન્મજયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર શહેરના સત્યનારાયણ મંદિરના પટાંગણમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી એકતા દ્વારા જલારામ બાપ્પાની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે. મહિલા મંડળ દ્વારા 226 ફૂટની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી છે.

આજે જલારામ બાપ્પાની 226મી જન્મજયંતિ પ્રસંગે રંગોળીના દર્શન ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આજે સવારે 10:30 મહા આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન રઘુવંશી એકતા પ્રમુખ હિતેશ કારિયા, સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ તેમજ રઘુવંશી એકતા મહિલા વિંગના પ્રમુખ ગીતાબેન તન્ના તથા તેમની મહિલા મંડળની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande