વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ (ભારત અને યુનાઇટેડ કિંગડમ) ના નામ અને ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી શરૂ
ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ (ભારત અને યુનાઇટેડ કિંગડમ) એ ભારત સહિત અન્ય દેશોમાં કાર્યરત એવા કેટલાક વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંગઠનો સામે કાનૂની નોટિસ મોકલી છે, જે ગેરકાયદેસર, ભ્રામક અને ઠગાઇપૂર્ણ રીતે સંસ્થાના નામ, પ્રતીક, નોં
વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્ના નામ અને ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી શરૂ


ગાંધીનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ (ભારત અને યુનાઇટેડ કિંગડમ) એ ભારત સહિત અન્ય દેશોમાં કાર્યરત એવા કેટલાક વ્યક્તિઓ, સંસ્થાઓ અને સંગઠનો સામે કાનૂની નોટિસ મોકલી છે, જે ગેરકાયદેસર, ભ્રામક અને ઠગાઇપૂર્ણ રીતે સંસ્થાના નામ, પ્રતીક, નોંધાયેલ ટ્રેડમાર્ક, પ્રમાણપત્રની ડિઝાઇન, પ્રિન્ટિંગ શૈલી અને કાર્યક્રમોના સ્વરૂપની નકલ અથવા અનુકરણ કરી રહ્યા છે.

વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) તથા વકીલ સંતોષ શુક્લાએ આજે જણાવ્યું કે સંસ્થાએ પોતાની વૈશ્વિક પ્રતિષ્ઠા અને બૌદ્ધિક સંપત્તિ અધિકારોની સુરક્ષા માટે કડક કાનૂની અને દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે અનેક ગેરકાયદેસર સંસ્થાઓ વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સની ઓળખ, કાર્યપદ્ધતિ અને દસ્તાવેજોની હૂબહૂ નકલ કરી રહી છે. આ સંસ્થાઓ વર્લ્ડ રેકોર્ડ્સ લંડન, બ્રિટિશ, એક્સલન્સ, કેમ્બ્રિજ, યુકે, યુએસએ, યુએન, હાર્વર્ડ, ઇંગ્લેન્ડ, બ્રિટેન, ઇન્ટરનેશનલ, ગ્લોબલ વગેરે જેવા ભ્રામક નામોનો ઉપયોગ કરીને જનતાને ગેરમાર્ગે દોરી રહી છે.

શુક્લાએ જણાવ્યું કે આ તમામ સંસ્થાઓની કાર્યપદ્ધતિ એકસરખી છે — તેઓ પોતાને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ સાથે જોડાયેલી બતાવી જનતાને ગેરમાર્ગે દોરી રહી છે, જે છેતરપિંડીપૂર્વક સમાનતા સ્થાપિત કરવાનો અને કાયદાનું ઉલ્લંઘન કરવાનો ગુનો ગણાય છે. સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે આવી તમામ પ્રવૃત્તિઓ ઠગાઇપૂર્ણ, ભ્રામક અને કાયદેસર રીતે દંડનીય છે.

સંસ્થાએ જણાવ્યું કે કેટલીક સંસ્થાઓ વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ (ભારત અને યુકે) ના નોંધાયેલા કોર્પોરેટ, પ્રકાશન અને કર ઓળખ નંબર — જેમ કે ROC (રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ), RNI, GST અને VAT — નો પણ અનધિકૃત ઉપયોગ અને દુરુપયોગ કરી રહી છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ (ભારત અને યુકે) એ સંબંધિત વ્યક્તિઓ, સંસ્થાઓ અને તેમના પ્રમોટરો સામે નાગરિક તેમજ ફોજદારી બંને પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે. તેમની સામે ટ્રેડમાર્ક ઉલ્લંઘન, કૉપિરાઇટ ભંગ, પાસિંગ ઑફ, ઠગાઇ અને ગુનાહિત ખોટી રજૂઆતના આરોપો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

સંસ્થાએ જનતાને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અનધિકૃત સંસ્થા, કાર્યક્રમ અથવા પ્રમાણપત્રથી ભ્રમિત ન થાય અને કોઈપણ પ્રકારની માહિતી, એવોર્ડ અથવા પ્રમાણપત્ર સ્વીકારતા પહેલાં તેની પ્રામાણિકતા વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ (ભારત અને યુકે) ના અધિકૃત માધ્યમો દ્વારા જરૂર ચકાસી લે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande