



400 ગ્રામ સોનાનું ગુપ્ત દાન મળ્યું, 8 લાખ શ્રદ્ધાળુઓ એ કર્યા દર્શન
અંબાજી, 29 ઓક્ટોબર (હિ.સ.) : હાલમાં
દિવાળી અને વિક્રમ સવંત 2082ના નવા વર્ષનો મીની વેકેશન પૂર્ણ થયું છે, ત્યારે આ સાત થી આઠ
દિવસમાં યાત્રાધામ અંબાજી ખાતે 8 લાખ જેટલા શ્રદ્ધાળુઓ એ માં અંબેના દર્શન કરી ધન્યતા અનુભવી છે અને
બેસતુ વર્ષ અને લાભ પાંચમે માં અંબેના દર્શન કરી પોતાના ધંધા અને પેઢીના મુહૃત
કર્યા હતા, ત્યારે આ 7 થી 8 દિવસ માં આવેલા લાખો શ્રદ્ધાળુઓ એ માં અંબેના ભંડારાને દાન
દક્ષિણાથી દાન પેટીઓ છલકાવી દીધો છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પોતાના કર્મચારીઓ
થકી ભક્તો દ્વારા ભંડારમાં નાખવામાં આવેલા દાન દક્ષિણાની રોકડ રકમની ગણતરી હાથ
ધરવામાં આવી હતી. 25 થી 30 જેટલો મેન પાવર સાથે ચલણી નોટો ગણવા માટે મશીન પણ લગાવવામાં આવ્યા
હતા સાત થી આઠ દિવસના આ મીની વેકેશનમાં અંબાજી મંદિરને રૂપિયા સવા કરોડ જેટલી
માતબર રકમની રોકડ ભેટ મળવા પામી છે. જેમાં એક રૂપિયા કરોડની રોકડ ભેટ યાત્રિકો એ
છુટા હાથે ભંડારામાં નાખી હતી, જયારે રૂપિયા 25 લાખ જેટલી રકમની કાઉન્ટર ઉપર નોંધણી કરાવી ભેટ અર્પણ કરી હતી
એટલુંજ નહિ આ મીની વેકેશન દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ ને 400
ગ્રામ જેટલું સોનાનું દાન પણ
પ્રાપ્ત થયું છે. જે શ્રદ્ધાળુઓ એ સોનાની લગડીઓ મંદિરના ભંડારમાં ગુપ્ત દાનતરીકે નાખવામાં આવી હતી. જે
અંદાજે આ મીની વેકેશન દરમિયાન 50 લાખ ઉપરાંતનું સોનુ મંદિર ટ્રસ્ટને ગુપ્ત દાનમળવા પામ્યું છે.
મંદિર ટ્રસ્ટના
વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી એ આ માહિતી આપતા જણાવ્યું હતું કે આ વેકેશન
દરમિયાન યાત્રિકોને સુચારુ રૂપે માતાજીના દર્શન મળી રહે તે માટેની પૂરતી વ્યવસ્થા
કરવામાં આવી હતી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ બંદોબસ્ત
ગોઠવવામાં આવ્યો હતો જેને લઇ આ મીની વેકેશન દરમિયાન કોઈપણ જાતની અનિચ્છનીય ઘટના
બનવા પામી નથી અને હજી યાત્રિકોનો અવિરતપણે પ્રવાહ મંદિરે જોવા મળી રહ્યો છે જે આગામી
કાર્તકસુદ પૂર્ણિમા એટલે કે દેવદિવાળી સુધી હજી યાત્રિકોનો ઘસારો રહે તેવી શક્યતાઓ
જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ