
પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક યુવાન પર હુમલો કરવામા આવ્યો હતો. નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને છુટક મજુરી કામ કરતા મનીષ ડાયા કોરીયા નામના યુવાન પર સંજય ઉર્ફે ભુરો લખમણ વાઘેલા નામના શખ્સે હુમલો કર્યો હતો. મારા ઘરની દારૂની બાતમી આપે છે તેવી શંકા રાખી અને મનીષને ભુંડી ગાળો આપી અને ઢીકા-પાટુનો મારો માર્યો હતો આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya