
સુરત, 29 ઓક્ટોબર (હિ.સ.): ભાવનગરના સુભાષનગર વિસ્તારની પ્રધાનમંત્રી આવાસ યોજના આવેલા E વિંગની છઠ્ઠી માળની બાલ્કનીમાંથી યુવાન યુવતી નીચે પડતાં સારવાર દરમિયાન મોત થયું છે. મૃત્યુ પામેલી યુવતી 19 વર્ષીય જાનવી રમેશભાઈ સગર છે, જે સુરતના કાપોદ્રા સ્થિત રામ કૃપા સોસાયટીમાં રહેતી હતી. દિવાળી વેકેશન મનાવવા તે પોતાના સંબંધીના ઘરે ભાવનગર આવી હતી.
ગત રાત્રે બનેલી આ દુર્ઘટનામાં જાનવી નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક સર ટી હોસ્પિટલ પહોંચાડવામાં આવી, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું. આ ઘટના સોસાયટીના પાર્કિંગમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જે હવે પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે ધ્યાનમાં લેવામાં આવ્યાં છે.
ઘટનાની જાણ થતાં જ ઘોઘા રોડ પોલીસ સ્ટાફ સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હજુ સુધી આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા–તે અંગે સ્પષ્ટતા થઈ નથી, અને તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે