પોરબંદરના બરડા અને ઘેડ પંથકમાં મગફળીના પાકનું નિકંદન નીકળી ગયું
પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લામા કમોસમી વરસાદને કારણે ખેડુતોની હાલત કફોડી બની છે. પોરબંદર જિલ્લામા છેલ્લા ત્રણ ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહયો છે જેના કારણે બરડા અને ઘેડ પંથકમા મગફળી સહિતના પાકને નુકશાન થયુ છે બરડા પંથકના ખેડુતોએ એવુ
પોરબંદરના બરડા અને ઘેડ પંથકમાં મગફળીના પાકનું નિકંદન નીકળી ગયું.


પોરબંદરના બરડા અને ઘેડ પંથકમાં મગફળીના પાકનું નિકંદન નીકળી ગયું.


પોરબંદરના બરડા અને ઘેડ પંથકમાં મગફળીના પાકનું નિકંદન નીકળી ગયું.


પોરબંદરના બરડા અને ઘેડ પંથકમાં મગફળીના પાકનું નિકંદન નીકળી ગયું.


પોરબંદરના બરડા અને ઘેડ પંથકમાં મગફળીના પાકનું નિકંદન નીકળી ગયું.


પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લામા કમોસમી વરસાદને કારણે ખેડુતોની હાલત કફોડી બની છે. પોરબંદર જિલ્લામા છેલ્લા ત્રણ ચાર દિવસથી કમોસમી વરસાદ પડી રહયો છે જેના કારણે બરડા અને ઘેડ પંથકમા મગફળી સહિતના પાકને નુકશાન થયુ છે બરડા પંથકના ખેડુતોએ એવુ જણાવ્યુ હતુ કે કમોસમી વરસાદ પડવાના કારણે મગફળીના તૈયાર પાકને નુકશાન થયુ છે. ખેડુતોએ મગફળીનો પાક લણી લીધો હતો અને ખેતરમા પડયો હતો, ત્યારે જ વરસાદ થતા ભારે નુકશાન થયુ. બરડા અને ઘેડ પંથકના ખેડુતોએ એવુ જણાવ્યુ હતુ આ વર્ષે સારો વરસાદ થવાના કારણે મગફળીનો પાક પણ સારો થયો હતો અને ખેડુતોએ મગફળીનો પાક લણી લીધો ત્યારે કમોસમી વરસાદ પડતા મગફળીને નુકશાન થવાની સાથે પશુઓ માટેનો ઘાસચારો પણ બગડી જતા હવે પશુના ઘાસચારાને લઇ પણ મુશ્કેલી થશે કમોસમી વરસાદને કારણે થયેલી નુકશાની અંગે સર્વે કરી અને સરકાર ખેડુતોને વળતર આપે તેવી માંગ ખેડુતોએ કરી હતી.

પોરબંદરના બરડા પંથકમા કમોસમી વરસાદને કારણે પાકને નુકશાન થતા પોરબંદર ભાજપના આગેવાન રામદેભાઈ મોઢવાડીયા અને વિરમભાઈ કારાવદરા, સામતભાઈ ઓડેદરા, રાણાભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનોએ નુકશાની ગ્રસ્ત મોઢવાડા, કિંદરખેડા અને ખાંભોદર સહિતના ગામોની મુલાકાત લઇ અને નિરીક્ષણ કર્યુ હતુ, તેમજ નુકશાનીને લઇ ખેડુતો સાથે ચર્ચા કરી હતી. પાક નુકશાની અંગે સરકારમા રજુઆત કરી વળતરની રજુઆત કરવાની ખાતરી ભાજપના આગેવાનોએ આપી હતી. પોરબંદર જીલ્લાના બરડા અને ઘેડ પંથકમા સૌથી વધારે મગફળીનુ વાવેતર કરવામા આવ્યુ હતુ પાક લણી અને ખેતરમા પડયો હતો તે દરમ્યા કમોસમી વરસાદ પડતા ખેડુતોની હાલત કફોડી બની છે. ત્યારે સરકાર દ્રારા તાત્કાલીક સર્વ કરાવી અને વળતર આપવામા આવે તેવી માંગ પ્રબળ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande