
જુનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના નવલખી મુકામે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અને શ્યામ સેવા મંડળ દ્વારા પ્રથમ પંખીડાનો માળો સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેવપ્રસાદ સ્વામી, પ્રેમસ્વરૂપ સ્વામી, રઘુનાથજી મહારાજ, લોકસાહિત્યકાર અમુદાન મતે ગઢવી, જે.કે. ચાવડા, ડો.કે.એસ. ચોટલિયા તથા કાંતિભાઈ ચોટલિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શુભારંભ કરાયો હતો. કેમ્પ સહિત કાર્યક્રમનો શુભારંભ ર તેમજ આ કાર્યક્રમમાં સંતો અને અગ્રણીઓ દ્વારા સર્વજન હિતાય અને વિવેક, વિનયના સદગુણો જાળવીને દેશની ઉન્નતિના કાર્ય કરવાની પ્રેરણા અપાઈ હતી. તથા સંસ્કાર, સંગઠન અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.
તે ઉપરાંત યુવા દીકરીઓ અને બહેનોને પ્રોત્સાહક બળ પૂરું પાડયું હતું. આ કાર્યક્રમમાં સમાજ ગૌરવ, ડૉક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત સમાજની દીકરીઓ, 68 વિદ્યાર્થીઓ તથા દાતાઓનું અભ્યાસ કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશ ટાંક અને નિશાંત ચૌહાણ દ્વારા કરવામાં આવેલ. રાત્રે સૂર શ્યામ કાન ગોપી મંડળ દ્વારા કૃષ્ણલીલા કાનગોપીનું આયોજન કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ