અમરેલી સહિત ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય
અમરેલી, 29 ઓક્ટોબર (હિ.સ.): હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાને કારણે આગામી 3 દિવસ ભારે વરસાદનો ખતરો વધી ગયો છે. વિશેષરૂપે, આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદ
અમરેલી સહિત ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, આરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય


અમરેલી, 29 ઓક્ટોબર (હિ.સ.): હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય હોવાને કારણે આગામી 3 દિવસ ભારે વરસાદનો ખતરો વધી ગયો છે. વિશેષરૂપે, આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે નાગરિકોને સાવધાની રાખવાની સૂચના આપી છે. ખેતીબાડી અને ફલફળના ખેતરો, ગામડાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરથી બચવાની તૈયારી રાખવાની હુકમ આપી છે.

મુખ્યત્વે અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે આ આગાહી ગંભીર છે, કારણ કે અત્યાર સુધીના વરસાદથી ખેતરો પર અસર થઈ રહી છે. તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા, રસ્તાઓના સંભાળ અને આવજવાની વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ રહેશે, જેથી લોકો પોતાની સુરક્ષા અને જાનમાલની રક્ષા માટે સાવધાન રહેવા વિનંતી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande