
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ નગરપાલિકામાં મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ કુલ 40 જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ શરૂ થયા છે. નગરપાલિકામાં કાર્યકુશળ કર્મચારીઓની અછત અને કાયમી સ્ટાફની ઓછી સંખ્યાને કારણે આઉટસોર્સિંગ અને એપ્રેન્ટિસ કર્મચારીઓ પર નિર્ભરતા વધારવામાં આવી છે. આ જગ્યાઓ માટે કુલ 207 અરજીઓ પ્રાપ્ત થઈ હતી.
આ યોજના અંતર્ગત ઇલેક્ટ્રીશિયન, મોટર મિકેનિક વ્હિકલ, સર્વેયર, મિકેનિક ડીઝલ, વેલ્ડર, ફિટર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત આઠ ટ્રેડમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ દિવસે યોજાયેલા ઇન્ટરવ્યૂમાં 100 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.
જ્યારે પાંચ કોમ્પ્યુટર ઓપરેટરની જગ્યાઓ માટે 64 ઉમેદવારો આવતીકાલે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેશે. આ ઇન્ટરવ્યૂ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, પાલિકા પ્રમુખ હિરલબેન ઠાકર અને ઉપપ્રમુખ હિનાબેન શાહની ઉપસ્થિતિમાં યોજાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ