પાટણમાં જલારામ બાપાની 226મી જન્મજયંતી ભક્તિભાવ સાથે ઉજવાઈ
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતી ધામધૂમપૂર્વક ઉજવાઈ. જલારામ મંદિર ખાતે આરતી, શણગાર, તુલસી પૂજન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ જલારામ બાપાનો અભિષેક કર
પાટણમાં જલારામ બાપાની 226મી જન્મજયંતી ભક્તિભાવ સાથે ઉજવાઈ


પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરમાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મજયંતી ધામધૂમપૂર્વક ઉજવાઈ. જલારામ મંદિર ખાતે આરતી, શણગાર, તુલસી પૂજન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ જલારામ બાપાનો અભિષેક કરી વીરબાઈ, ભોજલરામ બાપા, ઝોળી-ધોકા અને પાદુકાનું પૂજન કર્યું હતું.

જલારામ મંદિરને લાઈટિંગ અને રોશનીથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. દેવદેવીઓના અલંકાર અર્પણવિધિ, ધ્વજારોહણ તેમજ બાપાના જન્મોત્સવનું પારણું ઝુલાવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

બપોરે જલારામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ ફરી મંદિર પરત ફરી હતી. શોભાયાત્રામાં શણગારેલી બગીમાં જલારામ બાપાના ફોટાનું પૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન ભક્તોની ભારે ભીડ અને મેળા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande