



પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરમા જલરામ જયંતિની ઉજવણીને લઈ રઘુવંશી સમાજમા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવા અને જુના જલારામ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામા આવ્યા હતા અને જય જલારામના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયા હતા. પોરબંદરમા સમસ્ત લોહાણા સમાજ દ્રારા જલારામ જયંતિની ઉજવણી કરવામા આવી હતી. નવા અને જુના જલારામ મંદિર ખાતે સવારના સમયે નૂતન ધ્વજા રહોણ અને પુજા-અર્ચના કરવામા આવી હતી, તેમજ બપોરના સમયે નવા જલારામ મંદિરે રોટલા મનોરથનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા 7000 જેટલા રોટલાનો ભોગ જલારામબાપાને ધરવામા આવ્યો હતો તો સાંજે લોહાણા મહાજન વંડી ખાતેથી જલારામબાપની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમા હજારોની સંખ્યામા રઘુવંશી સમાજના લોકો જોડાયા અને શહેરના વિવિધ રાજ માર્ગો ખાતે ફરી હતી.
જુના જલારામ મંદિર ખાતે પૂર્ણ થયા બાદ સાંજે મહાઆરતી કરવામા આવી હતી, ત્યાર બાદ લોહાણા મહાજન વાડી ખાતે મહાપ્રસાદીનુ આયોજન કરવામા આવ્યુ છે. તો રાણાવાવમા પણ જલારામ જયંતિને લઇ પુજા-અર્ચના અને શોભાયાત્રાનુ આયોજન કરવામા આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya