
જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરે ધ્રોલ તાલુકાના ખારવા ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. તેઓએ રેકર્ડ ચકાસણી કરી લગત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ વેરા વસુલાત, ડીજીટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા, દબાણો દુર કરવા તથા ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ મળે તે પ્રકારે કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.
ત્યારબાદ કલેક્ટરે ગ્રામજનો સાથે મુલાકાત કરી તેઓની રજૂઆતો સાંભળી લગત અધિકારીઓને જરૂરી કામગીરી કરવા તથા ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણ લાવવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેઓની આ મુલાકાત દરમિયાન ધ્રોલ પ્રાંત અધિકારી સ્વપ્નિલ સિસલે લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt