ગિરનાર પરીક્રમા દરમિયાન ભાવિકોના આરોગ્યની વિશેષ સંભાળ માટે રુટ પર તંત્ર દ્વારા ૧૧ જેટલા હંગામી દવાખાના કાર્યરત
જુનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ, ગિરનાર લીલી પરિક્રમાનો ૩૬ કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી જરૂરી બની રહે છે. ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ગિરનાર લીલી પરિક્રમના રુટ પર તંત્ર દ્વા
ગિરનાર પરીક્રમા દરમિયાન ભાવિકોના આરોગ્યની વિશેષ સંભાળ માટે રુટ પર તંત્ર દ્વારા ૧૧ જેટલા હંગામી દવાખાના કાર્યરત


જુનાગઢ, 29 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ, ગિરનાર લીલી પરિક્રમાનો ૩૬ કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી જરૂરી બની રહે છે. ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ગિરનાર લીલી પરિક્રમના રુટ પર તંત્ર દ્વારા 11 જેટલા હંગામી દવાખાના પણ શરૂ કરવામાં આવનાર છે.

ગિરનાર પરિક્રમાના જંગલના નિયત કરેલ વિસ્તારમાં ઉભા કરવામાં આવનાર કામચલાઉ દવાખાનામાં ઝીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી ઉપર, માળવેલા ખાતે, નળપાણીની ઘોડી ઉપર, નળપાણીની ઘોડી વિસ્તાર-શ્રવણની કાવડ વિસ્તારમાં, સરકડિયા વિસ્તાર, બોરદેવી વિસ્તાર,બોરદેવી મંદિર ખાતે,ભવનાથ ખાતે તેમજ ગીરનાર પર્વત પર, જૈન દેરાસર અને અંબાજીની ટૂંક પર દરેક સ્થળે મેડીકલ ટીમ કે જેમાં ડોક્ટર , ફાર્માસિસ્ટ તથા પેરા મેડીકલ સ્ટાફ અને જરૂરી જીવન રક્ષક દવાઓ,હાર્ટ એટેકને લગત દવાઓ,ઓક્સિજન, પ્રાથમિક સારવારની સાધન-સામગ્રી સાથે કાર્યરત રહેશે.

આ પરીક્રમા રૂટમાં ઉભા કરવામાં આવનાર પોલીસની રાવટીઓ ખાતે વધુ ટીમોની આવશ્યકતા અનુસાર તે રાવટીઓ ખાતે 40 જેટલી વધારાની ટીમો, જરૂરી દવાઓ અને ઈમરજન્સીમાં ઉભી થનાર પરિસ્થિતિ મુજબની તાત્કાલિક સારવારની ટ્રેનીંગ આપવામાં આવી છે.

ગિરનાર પરિક્રમા દરમ્યાન નિયત કરેલ તમામ પોઈન્ટ ખાતેથી પસાર થનાર વૃદ્ધ વ્યક્તિઓના બ્લડ પ્રેશર, ઓક્સીજન, વિગેરેની પણ વિગતવાર તપાસ કરી હદયની તકલીફ વાળા વ્યક્તિઓને અલગ તારવવાની કામગીરી કરવામાં આવશે.

પરીક્રમા વિસ્તારમાં ઉભા કરવામાં આવનાર દરેક કામચલાઉ દવાખાના ખાતે 2 -સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત ઈમરજન્સી માટે કે જ્યાં વધુ ચઢાણ છે તે જગ્યાઓ પર વધારાના 10 સ્ટ્રેચર રાખવામાં આવશે.

તેમજ પરિક્રમા રૂટમાં જૂનાગઢ જીલ્લાના પ્રા.આ.કેન્દ્ર ની એમ્બ્યુલન્સ ઝીણાબાવાની મઢી, બોરદેવી, બોરદેવી મંદિર ખાતે, નળપાણીની ઘોડી વિસ્તાર-શ્રવણની કાવડ વિસ્તાર, ભવનાથ અને માળવેલા (તે સ્થળે એમ્બ્યુલન્સ રહી શકે તેમ ન હોય આ સ્થળની એમ્બ્યુલન્સ તેની નજીકના સ્થળ સરકડિયા ખાતે રાખવામાં આવશે. તેમજ સરકડિયા ખાતે ઈમરજન્સી માટે તૈયાર રાખવામાં આવનાર છે. ઉપરાંત પરિક્રમા રૂટ પર ઈમરજન્સીમાં પહોંચી વળવા વધારાની ૩ એમ્બ્યુલન્સ જીણા બાવાની મઢી, શ્રવણની કાવડ, બોરદેવી ત્રણ રસ્તા ખાતે રાખવામાં આવશે.તેમજ જુનાગઢ જીલ્લાની બે મોબાઈલ હેલ્થ યુનિટની વાન પણ આ પરિકમા દરમ્યાન ઉપલબ્ધ રહેનાર છે.

ઉપરાંત 108 એમ્બ્યુલન્સ જૂનાગઢ રેલ્વે સ્ટેશન ,અશોક શિલાલેખ,ભવનાથ પાર્કિંગ, ભવનાથ પોલીસ સ્ટેશન, ભવનાથ મંદિર ઝોનલ ઓફીસ, કાળવા ચોક, નાગમંડલ મંદિર મેંદપરા ખાતે રાખવામાં આવશે. તેમજ ૩ ૧૦૮ એમ્બ્યુલન્સ જૂનાગઢ શહેર ખાતે રાખવામાં આવશે.

તેમજ તાલુકા હેલ્થ કચેરી તથા જિલ્લા સ્તરે રેપીડ રિસ્પોન્સ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.જૂનાગઢ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ભવનાથ ખાતેના નાકોડા હોસ્પિટલ ખાતે કામચલાઉ આઈ.સી.યુ. પણ કાર્યાન્વિત કરવા માટે જણાવવામાં આવેલ છે.

આ પરિક્રમામાં કુલ 18 મેડીકલ ઓફિસર, 12 ફાર્માસિસ્ટ, 73 પેરા મેડીકલ સ્ટાફ તેમજ અન્ય 24 કર્મચારીઓ ફરજ બજાવશે. આ તમામ તમામ સ્ટાફને સી.પી.આર., પ્રાથમિક સારવાર, સેનિટેશન અને કલોરીનેશન, ઈમરજન્સી સારવાર ની તાલીમ આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande