



પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : સંત શિરોમણી જલારામબાપાની 226મી જન્મ જયંતી ના પાવન પ્રસંગે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા ઉમટી પડ્યા છે.
થેલેસેમીયા બાળ દર્દી તથા જરૂરિયાત મંદ દર્દીઓના લાભાર્થે આજ રોજ તા.29-10-2025 બુધવારે લોહાણા મહાજન અંતર્ગત સામાણી તથા મોરઝરિયા પરિવાર દ્વારા દર વર્ષ મુજબ આ વર્ષે પણ જલારામ જયંતીના પાવન પ્રસંગે અખંડ રામધૂન મંદિર પાસે નરસિંહ મેઘજી હોસ્ટેલ ખાતે સવારે 10 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પને સફળ બનાવવા લલીતભાઈ સામાણી, રમેશભાઈ સામાણી, પ્રફુલભાઈ મોરઝરીયા, કેયુરભાઈ જોશી, કે.કે. સામાણી, રજનીભાઈ સામાણી, નિતેષભાઈ મોરઝરીયા, દિલીપભાઈ ગંધા,મિલનભાઈ પલાણ, વિજયભાઈ મોનાણી, રામભાઈ ચૌહાણ, વિનય સામાણી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
આ પ્રસંગે આયોજકોએ રાત્રીના 10 વાગ્યા સુધી ચાલુ રહેશે જેથી વધુમાં વધુ દાતાઓએ રક્તદાન કરવા વિનંતી કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya