

પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.): રાજ્યમાં સંભવિત ભારે વરસાદ અને વાવાઝોડાની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે આગોતરા પગલાં લીધા છે. જેના ભાગરૂપે, પોરબંદર જિલ્લામાં રાહત અને બચાવકાર્ય (રિલીફ અને રેસ્ક્યુ ઓપરેશન્સ) માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ખાસ ટીમની ફાળવણી કરવામાં આવી છે.
રાહત અને બચાવ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે, આ ટુકડીમાં 7 પ્લૅટૂન ઇન્સ્પેક્ટર (PI) અને 25 જવાનોનો છે. આ ટીમે રેસ્ક્યુની આધુનિક સાધન સામગ્રી સાથે પોરબંદર ખાતે આવીને પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. એનડીઆરએફ ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર - 0286-2220800
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya