જામનગર મનપાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકોમાંથી, ૪૪ અનામત અને ૨૦ બેઠક સામાન્ય માટે ફાળવણી કરાઈ
જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ તે પૂર્વે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકો માટેની રોટેશન પ્રમાણે ફાળવણી કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરની વસ્તી
મહાનગરપાલિકા


જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ તે પૂર્વે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકો માટેની રોટેશન પ્રમાણે ફાળવણી કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરની વસ્તી ૫,૮૭,૩૫૦ ની છે. જેમાં કુલ ૬૪ બેઠકોમાંથી ૩૨ બેઠકો સ્ત્રીઓ માટે, ૪ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત, ૧ બેઠક અનુ.આદી.જાતિ માટે.અને ૧૭ બેઠક પછાત વર્ગ માટે મળી કુલ ૪૪ બેઠક અનામત અને ૨૦ બેઠક સામાન્ય માટે ફાળવણી થઈ છે.

શહેરના કુલ ૧૬ વોર્ડ માં દરેક વોર્ડની ચાર બેઠક મુજબ કુલ ૬૪ બેઠકોની રોટેશન મુજબ ફાળવણી કરવામાં આવી છે. જેમાં દરેક વોર્ડ વાઇસ જોઈએ તો જોઈએ તો દરેક વોર્ડમાં બીજી બેઠક સામાન્ય સ્ત્રી અનામત અને ચોથી બેઠક સામાન્ય માટે ફાળવણી કરવામાં આવી છે. જ્યારે દરેક વોર્ડમાં પ્રથમ બેઠક સ્ત્રી અનામત અને ત્રીજી બેઠકમાં રોટેશન મુજબ ફાળવણી કરવામાં આવી છે.

જેમાં વોર્ડ નંબર ૧ માં પ્રથમ બેઠક સામાન્ય અને ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત, વોર્ડ નંબર ૨ માં પ્રથમ બેઠક અનું. જાતિ અને ત્રીજી બેઠક પછાત., વોર્ડ નંબર ૩ માં પ્રથમ બેઠક પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુ. નુ જાતિ, વોર્ડ નંબર ૪ માં પ્રથમ બેઠક પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુ.આદિ. જાતિ, વોર્ડ નંબર પ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત , વોર્ડ નંબર ૬માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત , વોર્ડ નંબર ૭માં પ્રથમ અનુસૂચિત જાતિ અને ત્રીજી પછાત, વોર્ડ નંબર ૮માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત, વોર્ડ નંબર ૯ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય, વોર્ડ નંબર ૧૦માં પ્રથમ પછાત અને ત્રીજી પણ પછાત , વોર્ડ નંબર ૧૧માં પ્રથમ પછાત અને ત્રીજી અનુસૂચિત જાતિ, વોર્ડ નંબર ૧૨માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત, વોર્ડ નંબર ૧૩માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય , વોર્ડ નંબર ૧૪ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય , વોર્ડ નંબર ૧૫માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય તથા વોર્ડ નંબર ૧૬ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત બેઠકનો સમાવેશ થાય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande