વાલિયા ખાતે સપ્તાહમાં ભક્તિમાં સંગીતનું મહત્વ રમેશભાઈ ઓઝાએ સમજાવ્યું
ભરૂચ, 29 ઓક્ટોબર (હિ.સ.) : શ્રીમદ્દ ભાગવત કથાના પાંચમા દિવસની આજની સપ્તાહમાં પોથી પૂજન અને શ્રી ગોવિંદ દામોદર સ્તોત્રના ગાનથી મંડપમ્માં પવિત્રતા પ્રસરી ગઈ હતી. શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ શ્રીકૃષ્ણ ભક્તિ અને આધ્યાત્મનું ઊંડું જ્ઞાન આપનારો પૂજનીય ગ્રં
વાલિયા ખાતે સપ્તાહમાં ભક્તિમાં સંગીતનું મહત્વ રમેશભાઈ ઓઝાએ સમજાવ્યું


વાલિયા ખાતે સપ્તાહમાં ભક્તિમાં સંગીતનું મહત્વ રમેશભાઈ ઓઝાએ સમજાવ્યું


વાલિયા ખાતે સપ્તાહમાં ભક્તિમાં સંગીતનું મહત્વ રમેશભાઈ ઓઝાએ સમજાવ્યું


વાલિયા ખાતે સપ્તાહમાં ભક્તિમાં સંગીતનું મહત્વ રમેશભાઈ ઓઝાએ સમજાવ્યું


વાલિયા ખાતે સપ્તાહમાં ભક્તિમાં સંગીતનું મહત્વ રમેશભાઈ ઓઝાએ સમજાવ્યું


ભરૂચ, 29 ઓક્ટોબર (હિ.સ.) : શ્રીમદ્દ ભાગવત કથાના પાંચમા દિવસની આજની સપ્તાહમાં પોથી પૂજન અને શ્રી ગોવિંદ દામોદર સ્તોત્રના ગાનથી મંડપમ્માં પવિત્રતા પ્રસરી ગઈ હતી. શ્રીમદ્દ ભાગવત મહાપુરાણ શ્રીકૃષ્ણ ભક્તિ અને આધ્યાત્મનું ઊંડું જ્ઞાન આપનારો પૂજનીય ગ્રંથ છે. તેને સાંભળવાથી અને સમજવાથી આપણા હૃદયમાં શ્રીકૃષ્ણની ભક્તિનો ભાવ જાગૃત થાય છે. શ્રી કૃષ્ણના સુંદર અને દિવ્ય રૂપ દર્શન કરનારી આંખો પવિત્ર બને છે અને કેવળ કૃષ્ણદર્શન જ કરે છે.

આજના કથા પ્રસંગોની સાથે સાથે ભક્તિમાં સંગીતનું મહત્વ સમજાવતા પ્યાર નહી હે સુર સે જિસકો વો મૂરખ ઇન્સાન નહીં, એવા ઉપદેશાત્મક ભજન દ્વારા સુર સાધનાથી પરમેશ્વરની પ્રાપ્તિનો સુંદર અભિગમ વ્યક્ત કર્યો હતો. સંગીત વૃંદની મદદથી ખૂબ ભાવપૂર્ણ કીર્તન સાથે આજની કથા વિરામ કરવામાં આવી છે.

ભાઈ રમેશભાઈએ કૃષ્ણ દર્શન કરનારાઓ આધ્યાત્મવાદી બને છે. તે ક્યારેય પણ આતંકવાદી બનતા નથી. મૂર્તિ પૂજન પરમેશ્વરની ઝંખના જેને છે એવા ભક્તો મૂર્તિને માધ્યમ બનાવીને પરમેશ્વરના ભાવનું પૂજન કરે છે. જેમ કે વાયુદેવનું પૂજન કરવું હોય તો શક્ય નથી, તેથી મૂર્તિ રુપ વાયુ દેવનું પૂજન, તિલક, પૂજન વિધિ કરી શકાય. ગંગાજીનું પૂજન ગંગાજળથી પણ કરી શકાય, પૂજામાં પરમેશ્વર પ્રત્યેનો ભાવ અગત્યનો છે.

ભાઈએ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે વેદાંત દર્શન કરાવતા શ્રવણ એટલે કે શાસ્ત્રના જાણકાર અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી જ્ઞાન સાંભળવું, તેમ જ મનન એટલે સાંભળેલા જ્ઞાનને ઊંડાણપૂર્વક સમજવું અને નિદિદ્યાસન એટલે જ્ઞાનને આત્મસાત કરવું એમ સમજાવ્યું હતું.

આધ્યાત્મિક પ્રગતિ માટે અને જીવનને સાર્થક બનાવવા પાંચ પુરુષાર્થોની સમજણ આપી હતી .ધર્મ પુરુષાર્થ એટલે જીવનના નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું પાલન. અર્થ પુરુષાર્થ એટલે ભૌતિક જરૂરિયાતોની પૂર્તતા અને આર્થિક સમૃદ્ધિની ઉપલબ્ધતા. તેમજ કામ પુરુષાર્થ એટલે ઈચ્છાઓની પૂર્તિ અને આનંદની પૂર્તિ .મોક્ષ પુરુષાર્થ એટલે જીવનના અંતિમ લક્ષ્ય આધ્યાત્મિક પ્રગતિ અને આત્મ સાક્ષાત્કાર.

પરમેશ્વર માત્ર સુંદર જ નહીં દયાળુ પણ છે. પ્રકૃતિરૂપ પરમેશ્વરનો આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર છે. માતા સ્વરૂપે ગર્ભમાં આપણું પોષણ કરે છે. અને જન્મ્યા પછી તરસ પહેલા પાણી અને ભૂખ પહેલા ભોજનની વ્યવસ્થા પ્રકૃતિ જ કરે છે તેથી પ્રકૃતિરૂપ પરમેશ્વર ખૂબ દયાળુ છે.

દરેકની પરમેશ્વરને જોવાની અલગ અલગ દ્રષ્ટિ હોય છે. અજ્ઞાનનો અંધકાર અને ભ્રાંતિ વાળી ઇન્દ્રિયો દોરીમાં પણ સર્પને જોતી હોય છે. તેથી પરમેશ્વર દર્શન માટે જ્ઞાનપ્રકાશ કરનારા શાસ્ત્ર ભણેલા અને બ્રહ્મનિષ્ઠ સદગુરુની જરૂર પડે છે. પરમેશ્વરના બધા સ્વરૂપો તે જ સ્વરૂપ છે. તેથી તેને સૂર્ય, ચંદ્રના કે અગ્નિના તેજની જરૂર પડતી નથી. કારણ કે તે પોતે પ્રકાશ સ્વરૂપ છે. અથવા તો સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પણ તેના તેજથી પ્રકાશિત છે. ભારતીય વૈદિક તત્વજ્ઞાન તો એમ કહે છે કે અંધકારને જોવા અને જાણવા માટે જાણનારાઓની આંખમાં પ્રકાશ હોવો જોઈએ.દેહદ્રષ્ટિથી પરમેશ્વરને જોનારાઓ પોતાને ઈશ્વરનો અંશ માને છે. અને આત્માની દ્રષ્ટિથી પરમેશ્વરને જોનારા પોતે જ પરમેશ્વર સ્વરૂપ છે, એમ જાણે છે .એટલે કે પોતે પરમેશ્વરથી અભિન્ન છે તેમ સમજે છે. આત્મ સાક્ષાત્કારની આવી સુંદર સમજ વ્યક્ત કરી હતી.

શ્રીમદ્દ ભાગવત કથા પણ શાળા અને ચિકિત્સાલય છે. શાળાઓમાં આજીવિકા અને રોટલા મેળવવાનું જ્ઞાન આપે છે જ્યારે કથાઓ રોટલામાં રહેલી મીઠાશ માણવાનું જ્ઞાન આપે છે. ચિકિત્સાલયો દેહના રોગની દવા કરે છે. જ્યારે શ્રીમદ્દ ભાગવત જેવી કથાઓ મનોરોગ અને ભ્રાંતિઓ દૂર કરે છે. અને શાંતિ પ્રદાન કરે છે. શાંતિ પ્રાપ્ત કરવા માટે ઈચ્છાઓ કામનાઓને ત્યાગવાની સલાહ આપી હતી.વેદાંતના ગહન તત્વજ્ઞાન થી ભરેલા કથા પ્રવચનમાં સનાતન હિંદુ ધર્મ ક્રમ અનુસાર 16 સંસ્કાર જેમાં ગર્ભધાન સંસ્કારથી લઈને અંતેષ્ઠીની વિધિ સુધીના સંસ્કારો ટૂંકમાં માહિતી આપી હતી, સાથે જ પાંચ યજ્ઞો 1.બ્રહ્મ યજ્ઞો 2. દેવ યજ્ઞ 3. પિતૃ યજ્ઞ 4. મનુષ્ય યજ્ઞનું 5. ભૂત યગ્ન જેને પ્રાણી યજ્ઞ પણ કહી શકાય તેનું વર્ણન કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande