
ગીર સોમનાથ, 29 ઓક્ટોબર (હિ.સ.): કોડીનાર તાલુકાના મિતીયાજ ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢે આવેલો કોળીયો છીનવાઇ જતા ખેડૂતના પાકો મગફળી સોયાબીનની તબાહી મચી જતા મિતીયાજ ગામના યુવા સરપંચ ખેડૂત આગેવાન ખેડૂત પુત્ર સુરપાલસિહ બારડ એ ખેડૂતોના ખેતર પર જઈ નિરક્ષણ કરી ખેડૂતોની વેદના સાંભળી થયેલા નુકસાનનો અંદાજ કરી સરપંચ સુરપાલસિહ બારડ દુઃખ વ્યક્ત કર્યો. ખેડૂતોને તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય મળે તેવી તમામ પ્રકારની રજૂઆત કરવામાં સરપંચ સુરપાલસિહ બારડ હૈયાધારણા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ