પાટણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો
પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે સ્થળ પસંદગી કેમ્પનું આયોજન વનરાજ પગાર કેન્દ્ર શાળા, પાટણ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડ
પાટણમાં સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે સ્થળ પસંદગી કેમ્પ યોજાયો


પાટણ, 29 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ 6 થી 8 ના સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે સ્થળ પસંદગી કેમ્પનું આયોજન વનરાજ પગાર કેન્દ્ર શાળા, પાટણ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રસિંહ ચાવડાની અધ્યક્ષતામાં પ્રક્રિયા પારદર્શિતાથી હાથ ધરવામાં આવી હતી.

આ કેમ્પમાં સાંતલપુર, રાધનપુર અને સમી તાલુકાની કુલ 33 ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાનો હેતુ સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને વધુ ગતિ આપવાનો છે.

કેમ્પ દરમિયાન નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઈ પટેલ, શિક્ષણ સમિતિના સભ્ય જગદીશભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જીતુભાઈ પટેલ તેમજ બાબુભાઈ દેસાઈ, જયંતિજી ઠાકોર અને પ્રવીણભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande