સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરના અધિકારી-કર્મચારીઓનો રમતોત્સવ 31મી ઓક્ટોબરે રાજકોટમાં યોજાશે
પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરમાં 12 જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓનો રમતોત્સવ 31મી ઓક્ટોબરે રાજકોટ ખાતે યોજાશે. જેમાં ભાઈઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ જ્યારે બહેનો માટે સંગીત ખુરશી, રસ્સા ખેંચ, લીંબુ ચમચીની સ્પર્ધાઓ
સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરના અધિકારી-કર્મચારીઓનો રમતોત્સવ 31મી ઓક્ટોબરે રાજકોટમાં યોજાશે


પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરમાં 12 જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓનો રમતોત્સવ 31મી ઓક્ટોબરે રાજકોટ ખાતે યોજાશે. જેમાં ભાઈઓ માટે ક્રિકેટ ટૂર્નામેન્ટ જ્યારે બહેનો માટે સંગીત ખુરશી, રસ્સા ખેંચ, લીંબુ ચમચીની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. 31 મીએ સવારે 8 થી સાંજે 6 દરમિયાન, કોસ્મિક વિદ્યાસંકુલ મેદાન, ગ્રીન ફિલ્ડ ગ્રાઉન્ડ, જામનગર રોડ ખાતે રમતોની રસાકસી જામશે. ભાઈઓની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આઠ ટીમો જ્યારે વિવિધ રમતોમાં 40 થી વધુ બહેનો ભાગ લઈને કૌવત ઝળકાવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા નંદાણીયા, કરમૂર, દેસાઈ, પી.એમ. જાડેજા, ગઢવી, ડેલાવાળા, બારભાયા, મુશર, ભટ્ટ જ્યારે બહેનોમાં જયશ્રી ગોવાણી, કિર્તીબા વાઘેલા, ક્રિષ્નાબેન અગ્રાવત, સુશ્રી તૃપ્તિબેન લાંધણોજા, હેતલબેન ચેતા તેમજ ભટ્ટીભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિયામક આર.જે. માંડલીયાની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande