
પોરબંદર, 29 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી એક જાગૃત નાગરીકે 181 નંબર પર ફોન કરી જણાવેલ કે એક અજાણી મહિલા ઘણા દિવસોથી નિઃસહાય રહે છે તેની મદદે આવવા વિનંતી કરતા પોરબંદર અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાં પહોંચતા તે મહિલા અસ્તવ્યસ્ત હાલતમાં સુતા હતા જેથી પ્રોત્સાહ આપ્યું હતું. તેને વ્યવસ્થિત રીતે બેસાડીયા સરનામુ જણાવવા, તેમનુ નામ જાણવા પ્રયત્ન કરેલા પરંતુ તેઓ રડતા રડતા જણાવતા હતા કે ઘરે જવુ, ઘરે મુકી જાઉ. મહિલા જાતે ચાલી શકતા પણ ન હતા. જાગૃત નાગરિક દ્વારા જાણવા 15 મળેલ કે મહિલા અંદાજે દિવસથી અહિંયા એકલા રહેતા જોવા મળેલ. અભયમ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરેલ સાંત્વના આપતા મહિલાએ જણાવેલ કે તેઓ ઉતર પ્રદેશ રાજ્યના અલ્હાબાદ જીલ્લાના રામનગર સિરસાના રહેવાસી છે.
181 ટીમ દ્વારા ઈન્ટનેટના માધ્યમથી અલ્હાબાદ પોલીસ સ્ટેશન નંબર મેળવી ત્યાંથી મેજા પોલીસ સ્ટેશનના નંબર મેળવી ત્યાં મહિલા સાથે વાત કરાવતા કલાકોમાંજ પોલીસ સ્ટેશનથી અભયમ ટીમને ફોન કરી જણાવેલ કે મહિલા ગુમ થયેલની અરજી આવેલી છે તેઓએ મહિલાના પરિવારને મહિલા મળી ગયેલની જાણ કરતા મહિલાના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચતા 181 ટીમ સાથે વાત કરાવતા જાણવા મળેલ કે મહિલાની માનસિક સ્થિતિ સારી ના હોવાથી દોઢ માસ પહેલાના ઘરેથી નિકળી ગયેલા છે.
જેથી અભયમ ટીમે મહિલાના પરિવારજનો સાથે વાત કરી મહિલા સુરક્ષિત હોવાની જાણ કરેલ અને મહિલા તેમના પુત્ર સાથે ફોન પર વાત કરાવતા તેમને શાંતિ અનુભવી હતી.મહિલાના પરિવારજનો લેવા માટે આવશે એવુ જણાવતા હાલ મહિલાની સુરક્ષાને ધ્યામા રાખી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો છે. આ કામમાં 181 સ્ટાફમાં કાઉન્સેલર મીરા માવદિયા, કોન્સ્ટેબલ સેજલ બેન પંપાણીયા તેમજ પાયલોટ પ્રશાંત ભાઈરોકાયેલા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya