લાઠી તાલુકામાં કમોસમી વરસાદે કાળો કેર: કપાસ, મગફળી અને ડુંગળીના પાકને ભારે નુકસાન
ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા એ ખેડૂતોને આપ્યું વળતરનું આશ્વાસન અમરેલી, 29 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકામાં કમોસમી વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા બે દિવસથી અચાનક વરસેલા ભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીપાકોને વ્યાપક નુકસા
લાઠી તાલુકામાં કમોસમી વરસાદે કાળો કેર: કપાસ, મગફળી અને ડુંગળીના પાકને ભારે નુકસાન — ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા ખેડૂતોએ આપ્યું વળતરની આશ્વાસન


ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા એ ખેડૂતોને આપ્યું વળતરનું આશ્વાસન

અમરેલી, 29 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકામાં કમોસમી વરસાદે કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા બે દિવસથી અચાનક વરસેલા ભારે વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીપાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને કપાસ, મગફળી અને ડુંગળીના પાકો પાણીમાં ગરકાવ થતાં નિષ્ફળ જતા ખેડૂતોમાં ભારે આક્રોશ અને નિરાશા ફેલાઈ છે. ઘણા ખેતરોમાં પાક જમીન સાથે ચોંટી ગયો છે, જેના કારણે હવે પુનઃઉપજ શક્ય નથી.

લાઠી અને આજુબાજુના ગામોમાં વરસાદી પાણીના ભરાવને કારણે ખેડૂતોના મહેનતના પાક પર પાણી ફરી વળ્યું છે. ખેડૂતોના મગફળીના ખેતરોમાં પાણી ભરાતા અને ડુંગળીના છોડ નાશ પામતા મોટું આર્થિક નુકસાન થયું છે. અનેક ખેડૂતો હવે વળતરની માંગ સાથે સ્થાનિક પ્રતિનિધિઓનો સંપર્ક કરી રહ્યા છે.

આ દરમિયાન, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઇ તળાવીયા તાત્કાલિક અસરથી લાઠીના કેરાળા ગામે નુકસાનગ્રસ્ત ખેતરોનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેમણે અસરગ્રસ્ત ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી.

ઘારાસભ્ય જનકભાઇ તળાવીયાએ જણાવ્યું કે, “કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સરકારે તાત્કાલિક સર્વે હાથ ધરીને યોગ્ય વળતર આપશે. કોઈપણ ખેડૂતને અન્યાય ન થાય તે માટે હું જાતે નિરીક્ષણ કરી રહ્યો છું.” તેમણે વધુમાં ઉમેર્યું કે જિલ્લા વહીવટી તંત્રને પણ તાત્કાલિક નુકસાનના પંથકનો સર્વે શરૂ કરવા સૂચના આપવામાં આવી છે.

કેરાળા, ભાતી, મોઢા, ભીંગરાડ અને આજુબાજુના ગામોના ખેડૂતોમાં હાલ ચિંતા વ્યાપી ગઈ છે. ભારે વરસાદના કારણે જમીન ભીની થઈ જતા આવનારી રવિ સીઝનના વાવેતર પર પણ અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

લાઠી તાલુકામાં ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે સર્વે પછી વહેલી તકે વળતર જાહેર કરીને મદદરૂપ બને, જેથી ખેડૂતો ફરીથી ખેતીમાં પુનઃસ્થાપિત થઈ શકે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande