‘સત્સંગ દીક્ષા’ ગ્રંથનાં 315 શ્લોક કંઠસ્થ કરી નોંધાવ્યો અનોખો રેકોર્ડ, મહેસાણા 66 બાળકો અને 54 બાલિકાઓએ લીધો ભાગ
મહેસાણા, 29 ઓક્ટોબર (હિ.સ.) : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં “મિશન રાજીપો” અભિયાન અંતર્ગત વિશ્વભરના 8500થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોનાં 15,666 બાળ-બાલિકાઓએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથનાં 315 શ્લોક કંઠસ્થ કરીને અનોખી સાધન
15,666 બાળ-બાલિકાઓએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથનાં 315 શ્લોક કંઠસ્થ કરી નોંધાવ્યો અનોખો રેકોર્ડ


15,666 બાળ-બાલિકાઓએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથનાં 315 શ્લોક કંઠસ્થ કરી નોંધાવ્યો અનોખો રેકોર્ડ


15,666 બાળ-બાલિકાઓએ ‘સત્સંગ દીક્ષા’ ગ્રંથનાં 315 શ્લોક કંઠસ્થ કરી નોંધાવ્યો અનોખો રેકોર્ડ


મહેસાણા, 29 ઓક્ટોબર (હિ.સ.) : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં “મિશન રાજીપો” અભિયાન અંતર્ગત વિશ્વભરના 8500થી વધુ બાળ સત્સંગ કેન્દ્રોનાં 15,666 બાળ-બાલિકાઓએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથનાં 315 શ્લોક કંઠસ્થ કરીને અનોખી સાધના પૂર્ણ કરી છે. આ અભિયાન દ્વારા બાળકોમાં સંસ્કાર, શિસ્ત, સત્સંગ અને શિષ્ટાચારના મૂલ્યોનો વિકાસ થયો છે.

ભારત તથા વિદેશના કુલ 40,000થી વધુ બાળકોમાંથી 15,666 બાળ-બાલિકાઓએ વર્ષ 2024-2025 દરમિયાન આ સાધના સફળતા પૂર્વક પૂર્ણ કરી. આ પ્રસંગે 28 અને 29 ઓક્ટોબર, 2025ના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, ગોંડલ ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ સમારોહ યોજાયો.

મહેસાણા ખાતે પણ 28 ઓક્ટોબરે ‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ’ યોજાયો હતો, જેમાં 66 બાળકો અને 54 બાલિકાઓએ ભાગ લીધો. પૂજ્ય સંતોના માર્ગદર્શન હેઠળ આ યજ્ઞ વૈદિક પરંપરાનો જીવંત પ્રતિક બન્યો. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના “બીજાનાં ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ” જીવનસંદેશને અનુસરી આજના યુગના આ બાળકો સાચા અર્થમાં “શાંતિનાં દૂત” બની રહ્યાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande