ઉનામાં કૂવાની ભેખડ ધસી પડતા વીજપોલ અને પાણીની મોટર ગરકાવ થઇ, કમોસમી વરસાદથી મકાનને પણ નુકસાન થયું
ગીર સોમનાથ, 29 ઓક્ટોબર (હિ.સ.) : ઉનાના આમોદ્રા રોડ પર સેન્ટ જોસેફ સ્કૂલ પાછળ આવેલા ધજડી સીમ વિસ્તારમાં સાજિદખાન અનવરખાન પઠાણના સાનિયા ફાર્મમાં એક કૂવાની ભેખડ ધસી પડી હતી. આ ઘટનામાં કૂવા નજીકનો વીજપોલ અને પાણીની મોટર કૂવામાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરા
ઉનામાં કૂવાની ભેખડ ધસી


ગીર સોમનાથ, 29 ઓક્ટોબર (હિ.સ.) : ઉનાના આમોદ્રા રોડ પર સેન્ટ જોસેફ સ્કૂલ પાછળ આવેલા ધજડી સીમ વિસ્તારમાં સાજિદખાન અનવરખાન પઠાણના સાનિયા ફાર્મમાં એક કૂવાની ભેખડ ધસી પડી હતી. આ ઘટનામાં કૂવા નજીકનો વીજપોલ અને પાણીની મોટર કૂવામાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત, કૂવાની બાજુમાં આવેલા એક મકાનને પણ નુકસાન થયું હતું. છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે જમીન નરમ પડી ગઈ હતી, જેના પરિણામે વર્ષો જૂના કૂવાની ભેખડ ધરાશાયી થઈ હતી. સદનસીબે, ઘટના સમયે કૂવા નજીક કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. ભેખડ ધસી પડવાનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande