જામનગરની મહિલાએ જૂનાગઢના યુવકનું ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરી બિભત્સ મેસેજ મોકલ્યા
જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢમાં રહેતા યુવક અને તેના પરિવારને બદનામ કરવાના હેતુથી જામનગરમાં રહેતી મહિલાએ યુવકનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેને હેક કરી યુવક અને તેના પરિવારજનોને બદનામ કરવા ખરાબ લખાણ મોકલ્યા હતા. યુવકે આઈડીનો ઉપયોગ કર
ફરિયાદ પ્રતીકાત્મક તસ્વીર


જામનગર, 29 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢમાં રહેતા યુવક અને તેના પરિવારને બદનામ કરવાના હેતુથી

જામનગરમાં રહેતી મહિલાએ યુવકનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવી તેને હેક કરી

યુવક અને તેના પરિવારજનોને બદનામ કરવા ખરાબ લખાણ મોકલ્યા હતા. યુવકે

આઈડીનો ઉપયોગ કરનાર મહિલા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે

પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં રહેતા ફિરદોષબેન જાકીર ભાઈ સમાએ જૂનાગઢમાં

ખામધ્રોળ રોઙ, હર્ષદ નગર વિસ્તારમાં રહેતા વસીમખાન મહેકૂઝ ખાન પઠાણ (

ઉં.વ.૩૫) નામના યુવકનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું અને ત્યારબાદ

વસીમ ખાન ૨૦ નામનું યુવકનું આઈડી હેક કરી યુવક અને તેના પરિવારજનો વિશે

ખરાબ લખાણ લખી મેસેજ મોકલ્યા હતા.જેની યુવકને જાણ તાં યુવકે ફેક આઈડી

બનાવનાર મહિલા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો

નોંધી વધુ તપાસ પી.આઈ ગગનીયાએ હા ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande