પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર સહિત રાજયમા નવરાત્રી દરમ્યાન વરસાદ પડવાના કારણે નવરાત્રીના આયોજનમા ખલેલ પડી હતી પોરબંદર શહેર અને જીલ્લાની વાત કરીએ તો નવરાત્રીના છેલ્લા ચાર દિવસ સુધી મેઘરાજાની હાજરી જોવા મળી હતી તેમ છતા રાત્રીના રસોત્સવ ચાલુ રહ્યા હતા ગઈકાલે લીઓ પાયીનીયરના રસોત્સવમા વરસતા વરસાદ વચ્ચે પણ ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી પોરબંદર શહેરમા ગુરૂવારે અડધો ઇંચ વરસાદ પડયો હતો રાત્રીના સમયે પણ ધીમીધારે વરસ્યો હતો જેને પગલે માર્ગો પર પાણી ભરાયા હતા.રાણાવાવ તાલુકામા પણ અડધો ઈંચ વરસાદ પડી ગયો હતો આજે શુક્રવારે સવારથી સુર્યનારાયણના દર્શન થતા લોકોએ હાથકારો અનુભવ્યો હતો નવરાત્રીના ચાર દિવસ સુધી સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ પડયો હતો જેના કારણે નવરાત્રીના આયોજકોને થોડી મુશ્કેલી પડી હતી જોકે રાત્રીના સમયે થોડી રાહત મળતા રાસોત્સમા ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી હવે નવરાત્રી પૂર્ણ થતા મેઘરાજાએ પણ વિરામ લીધો હોય તેવુ લાગી રહ્યુ છે તો બીજી તરફ મગફળીનો પાક તૈયાર થઈ જતા સતત વરસાદ પડી રહ્યો છે.
જેના કારણે ખેડુતોની પણ ચિંતા વધી છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya