સુરત, 3 ઓક્ટોબર (હિ.સ.) સુરત શહેર પીસીબી પોલીસે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી દારૂ ભરેલી કાર સાથે પાયલોટીંગ કરતી કારને ઝડપી પાડી છે. પોલીસે બંને કારમાં સવાર કુલ પાંચ ખેપિયાઓને ઝડપી પાડી દારૂનો જથ્થો લેનાર વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે બે કાર્ડ તથા દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 22.93 લાખનો મુદ્દા મલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પીસીબી પોલીસને બાતમી મળી હતી કે દમણથી કેટલાકે ઈસમો અલગ અલગ વાઇન શોપ પરથી દારૂનો જથ્થો ખરીદી કરી જીજે 27 બીએલ 8493 નંબરની કારમાં માલ ભરી સુરત આવી રહ્યા છે. જે બાતમીના આધારે પીસીબી પોલીસે મુંબઈ અમદાવાદ હાઈવે પર ઉતરાણ વિસ્તારના માનસરોવર કોમ્પ્લેક્સ પાસે મોડી રાત્રે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીમ વર્ણનવાળી કાર આવતાની સાથે જ પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી. આ ઉપરાંત તેની સાથે સાથે તેમને પેટ્રોલિંગ કરી રહેલી કારને પણ પોલીસને ઝડપી પાડી હતી. પોલીસે કારની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બનાવટની કુલ 2042 નંગ દારૂ, બિયર, વોડકા સહિતની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે 6.77 લાખનો દારૂ તથા રૂપિયા પાંચ લાખની કાર જપ્ત કરી હતી. આ ઉપરાંત તેમને પાયલોટિંગ કરનાર જીજે.21.સીબી.5384 નંબરની કારને પણ પોલીસે ઝડપી વાળી હતી. પોલીસે બંને કાર તથા દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા 22.93 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે બંને કારમાં સવાર અને દારૂનો જથ્થો સુરતમાં લાવનાર સુજીતભાઇ ઉર્ફે સુજીયો હર્ષદભાઇ પટેલ , ક્રુણાલભાઇ ઉર્ફે લાલુ દોલતભાઇ પટેલ , સ્નેહલ કિર્તીભાઇ પટેલ તથા કેતન દિલીપભાઇ પટેલ અને મનીષકુમાર ભરતભાઇ પટેલ ધરપકડ કરી દારૂનો જથ્થો લેનાર શાહિલ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે