મહેસાણા, 3 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા ખાતે નવીનતમ ડ્રોન સોલ્યુશન પ્રદાન કરતી પ્રાઈમ યુએવીની કોર્પોરેટ ઓફિસનું ભવ્ય શુભારંભ સમારંભ યોજાયો. આ પ્રસંગે સાંસદ અને ધારાસભ્ય સહિત અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહીને યુવા સાહસિકોને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા.ડ્રોન ટેકનોલોજી આજના યુગમાં કૃષિ, ઉદ્યોગ, સુરક્ષા અને સર્વેક્ષણ જેવા ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે. પ્રાઈમ યુએવી દ્વારા મહેસાણા જિલ્લામાં આ કોર્પોરેટ ઓફિસની સ્થાપના થવાથી સ્થાનિક યુવાનોને રોજગારીના નવા અવસર મળશે તેમજ આધુનિક ટેકનોલોજીના સંશોધન અને ઉપયોગ માટે મજબૂત પ્લેટફોર્મ તૈયાર થશે.આ અવસરે સંસદસભ્ય અને ધારાસભ્યોએ જણાવ્યું કે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવી નવી પહેલોથી મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સપના સાકાર કરવામાં મદદ મળશે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી ખેડૂતો માટે મહત્વપૂર્ણ સહાયરૂપ બનશે.આ નવા સોપાન પર પ્રાઈમ યુએવી ટીમને સૌએ અભિનંદન પાઠવતા ભાવિમાં વધુ સફળતા હાંસલ કરવા માટે શુભકામનાઓ પાઠવી હતી. આ શુભારંભ મહેસાણા જિલ્લાના ટેકનોલોજી ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત તરીકે ગણાવી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR