મહેસાણા, 3 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે GTU ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રીસર્ચ ખાતે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ નવા હોસ્ટેલના નિર્માણથી સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને રહેઠાણની સુવિધા મળી રહેવાની સાથે તેઓ માટે એક શિક્ષણપ્રેરક અને સર્જનાત્મક વાતાવરણ પણ સર્જાશે. આજના યુગમાં ઉચ્ચ શિક્ષણ સાથે સાથે સર્વાંગી વિકાસ પણ અત્યંત જરૂરી છે, અને હોસ્ટેલ એ પ્રક્રિયાનો એક અનિવાર્ય ભાગ સાબિત થાય છે.હોસ્ટેલ માત્ર રહેવાની વ્યવસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ એ જીવનમૂલ્યોના પાઠ ભણાવતી એક સંસ્કારશાળા બની રહે છે. અહીં વિદ્યાર્થીઓને એકબીજાની સાથે રહેતાં સહકાર, શિસ્ત, જવાબદારી અને સામાજિક સમજણ જેવા ગુણો વિકસે છે. પાઠ્યપુસ્તકથી બહાર મળતી આ અનુભવો જીવનના સાચા અર્થને સમજવામાં અને વ્યક્તિગત વિકાસમાં મદદરૂપ થાય છે.GTU ઈન્સ્ટિટ્યૂટના આ હોસ્ટેલથી દૂર દૂરથી આવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા જળવાય તેવા માહોલનો લાભ મળશે. તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે પરસ્પર સંવાદ, સંસ્કૃતિનો આદાનપ્રદાન અને નવા વિચારોનો વિકાસ થકી તેમને સર્વાંગી રીતે ઘડવામાં સહાય મળશે. હોસ્ટેલ જીવનમાં મળતી મિત્રતા, સહઅનુભૂતિ અને સંઘર્ષનો સામનો કરવાની શક્તિ વિદ્યાર્થીઓને ભાવિ જીવનમાં પણ માર્ગદર્શન આપે છે.આ અવસરે સંસ્થાના સંચાલકો, શિક્ષણવિદો અને સ્થાનિક આગેવાનો એ અભિવ્યક્ત કર્યું કે હોસ્ટેલ સુવિધા માત્ર રહેઠાણ પૂરતી નથી, પરંતુ તે રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યના નાગરિકોને તૈયાર કરતી શાળાની જેમ છે. અહીં ઘડાયેલા વિદ્યાર્થીઓ માત્ર સારા ઈજનેર કે ટેક્નોક્રેટ નહીં, પરંતુ જીવનમૂલ્યોને સમજતા જવાબદાર નાગરિક તરીકે દેશના વિકાસમાં યોગદાન આપશે
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR