મોડાસા, 3 ઓક્ટોબર (હિ.સ.) હિન્દુ ધર્મ અને ક્ષત્રિયો માટે મહત્વનો ગણાતો તહેવાર એટલે દશેરો પવિત્ર દશેરાના દિવસે બાયડ તાલુકાના છાપરીયા ખાતે બાયડ તાલુકા ભાજપ સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો.આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ સાંસદ શોભનાબારૈયા, પુર્વ ધારાસભ્ય ઉદેસીંહ ઝાલા, તાલુકા સંગઠન પ્રમુખ ખુમાનસિંહ ઝાલા, પૂર્વ સંગઠન પ્રમુખ માનસિંહ સોઢા ભુપતસિંહ સોલંકી, ભોલાજી ઠાકોર, અશોકસિંહ પગી તથા ભાજપ સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને ક્ષત્રિય સમાજમાંથી મોટાભાગે આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં યોજાયો હતો
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ