બાપોદર ગામના ખેડૂત ને નકલી દવા આપી છેતરપીંડી થયા ના આક્ષેપ.
પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામા મગફળી સહિતના પાકનુ વાવેતર કરવામા આવ્યુ છે ત્યારે મગફળીમા છાંટવાની દવામા પણ ખેડુતો સાથે છેતરપીંડી કરવામા આવતી હોવાનો કિસ્સો પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકામા સામે આવ્યો છે ખેડુતો અને આગેવાનોએ એવો આક્ષેપ કર્
બાપોદર ગામના ખેડૂત ને નકલી દવા આપી છેતરપીંડી થયા ના આક્ષેપ.


બાપોદર ગામના ખેડૂત ને નકલી દવા આપી છેતરપીંડી થયા ના આક્ષેપ.


પોરબંદર, 3 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર જિલ્લામા મગફળી સહિતના પાકનુ વાવેતર કરવામા આવ્યુ છે ત્યારે મગફળીમા છાંટવાની દવામા પણ ખેડુતો સાથે છેતરપીંડી કરવામા આવતી હોવાનો કિસ્સો પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકામા સામે આવ્યો છે ખેડુતો અને આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે બાપોદરના ખેડુતે રાણાવાવના શિવ ગોરખ એગ્રો સેન્ટરમાંથી મગફળીમા જંતુનાશક દવા લીધી હતી જે પ્રયક્ષક કંપની દવા લીધી હતી તેમનો મગફળીમા છંટકાવ કર્યો હતો પરંતુ તેમની અસર જોવા મળી ન હતી આથી ખેડુતે તપાસ કરતા આ પયક્ષક કંપનની જંતુનાશક દવા નકલી હોવાનુ સામે આવ્યુ હતુ આ બાબતે એગ્રો સેન્ટરના સંચાલકને રજુઆત કરવા છતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો આથી ખેડુત આગેવાન હિતેષ મોઢવાડીયાને સાથ ખેડુતોએ આજે પોરબંદર જીલ્લા ખેતીવાડી અધિકારીને રજુઆત કરી હતી અને જંતુનાશક દવાની કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેને પગલે ખેતીવાડી અધિકારીએ એચ એન ત્રિવેદી આ અંગે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી જે બાપોદરના ખેડુતે રૂ.29 હજારીની દવાની ખરીદી કરી હતી અને મગફળીના પાકમા તેમનો છંટકાવ કર્યો હતો તેમ છતા તેમનુ પરિણામ મળ્યુ ન હતુ આ જંતુનાશક દવા નકલી હોવાના આક્ષેપો કરવામા આવ્યા હતા હવે ખેડુતોની રજુઆતને પગલે ખેતીવાડી અધિકારી દ્રારા તપાસ કરવામા આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande