ભાવનગર 3 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગર પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર મંડળની ભાવનગર-સાબરમતી દૈનિક સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેન (20966/20965) માં તાત્કાલિક ધોરણે તા. 04 સપ્ટેમ્બર, 2025 થી એક મહિનાની અવધિ માટે જનરલ શ્રેણીના 04 વધારાના કોચ જોડવામાં આવ્યા હતા. યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ સુવિધાને 31 જાન્યુઆરી, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.આ નિર્ણયથી મુસાફરોને વધારાની બેઠકો તથા મુસાફરી કરવાની સુવિધા મળશે તેમજ ભીડભાડમાંથી પણ રાહત મળશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ