પાટણની ચંદ્રિકા ત્રિવેદી દ્વારા નેશનલ સન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમા ગુજરાતને ટોપ-10માં સ્થાન
પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.) પાટણની ચંદ્રિકા દર્શક ત્રિવેદીએ આંધ્ર પ્રદેશના વિજયવાડા ખાતે યોજાયેલી નેશનલ સન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025-26માં ભાગ લઈ ગુજરાતને ટોપ-10માં સ્થાન અપાવ્યું છે. તેઓ સિનિયર સી-કેટેગરીમાં પાટણ અને સમગ્ર રાજ્ય માટે ગૌરવરૂપ બની છે.

યોગાસન ભારત અંતર્ગત તારીખ 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન વિજયવાડામાં સિક્સ જુનિયર અને સિનિયર સી-નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. તેમાં ગુજરાત તરફથી સ્ટેટ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ચંદ્રિકા ત્રિવેદીએ પ્રતિનિધિત્વ કર્યું હતું.

ચંદ્રિકા ત્રિવેદી સિનિયર સી-કેટેગરીમાં ગુજરાતને ટોપ-10માં સ્થાન અપાવનાર પાટણની પ્રથમ મહિલા બન્યા છે. તેમની સિદ્ધિ બદલ પાટણના નગરજનો, પરિવારજનો અને સમગ્ર ગુજરાતના લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande