વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત જામનગરના બાલાચડી ગોમતી બીચ ખાતે સાફ-સફાઈ હાથ ધરાઈ
જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.) : ​વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લામાં બાલાચડી ગોમતી બીચ ખાતે બીચ સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ અભિયાનમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય તેમજ જોડિયા મરીન નેશનલ પાર્ક રેન્જના રેન્જ ફોરેસ્ટ
સાફ સફાઈ અભિયાન


જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.) : ​વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લામાં બાલાચડી ગોમતી બીચ ખાતે બીચ સાફ-સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાગૃતિ અભિયાનમાં ખીજડીયા પક્ષી અભયારણ્ય તેમજ જોડિયા મરીન નેશનલ પાર્ક રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો.

સાથે જ બાલાચડી સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણોએ પણ પર્યાવરણ સંરક્ષણના આ કાર્યમાં ઉત્સાહભેર સહભાગીતા નોંધાવી હતી. આ પ્રસંગે જોડિયા તાલુકાના પ્રમુખ, ગામના સરપંચ તેમજ જોડિયા તાલુકાના સર્કલ ઓફિસર સહિતના સ્થાનિક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને ગોમતી બીચના કિનારાની સફાઈ કરી પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande