જૂનાગઢ, 3 ઓક્ટોબર (હિ.સ.): ગીરસોમનાથ જીલ્લામા તાજેતરમા જ ટીબી ફોરમ કમિટી ( આરોગ્ય વિભાગ) દ્રારા કાર્યરત કરાઇ છે, ઈણાજ કલેક્ટર કચેરી ખાતે મહત્વની મિટીંગ યોજાઈ હતી. જેમા જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જીલ્લા વિકાસ અધીકારી સ્નેહલ ભાપકર, જીલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ, જીલ્લા પત્રકાર સંઘના પ્રમુખ જીલ્લાના આરોગ્ય વિભાગના અધીકારીઓ, જીલ્લાના મોટા ઉધ્યોગો રેયોન, જીએચસીએલ, સિધ્ધી, અંબુજાના પદાધિકારીઓ, સોમનાથ ટ્રસ્ટ સહીતની ઉપસ્થીતીમા જીલ્લામા ટીબી નિવારણ અને નાબૂદ માટે કેવા પ્રયાસો કરવા જોઇએ ટીબીના દર્દીઓને કીટનુ વિતરણ, આરોગ્યના કેમ્પો, મેડિકલ તપાસ સહીતની ચચાઁઓ કરાઇ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ