લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઇ.ટી.ક્વિઝ યોજાઈ
ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઇન્ફોર્મેશન ટેકનોલ
લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે


ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): ગુજકોસ્ટ-ગાંધીનગર પ્રેરિત પ્રભાસ કેળવણી મંડળ સંચાલિત ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ડી.ઈ.ઓ. કચેરી, ડી.પી.ઈ.ઓ. કચેરી ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જાગૃતિ આવે, ગામડાના બાળકોમાં જ્ઞાન પિપાસા વધારવા ગીર સોમનાથ જિલ્લાના ધો.૮ થી ૧૨ ના ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે જિલ્લાકક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝનું આયોજન કરવામાં આવેલ હતું.

આ અંગે માહિતી આપતા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઈ એન. ગુંદરણીયા એ જણાવેલ કે કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહેમાન નીતિનભાઈ ઓઝા ( કેમ્પસ ડાયરેક્ટર-દ્રોણેશ્વર ગુરુકુળ) ભગવાનભાઈ પરમાર (આચાર્ય એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ) તથા આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ. રૂરલ આઈ. ટી. ક્વિઝમાં ૩૫ શાળાના ૧૪૦ જેટલા બાળકો ઉત્સાહભેર સામેલ થયા હતા. આ ક્વિઝ નું સંચાલન પ્રતિકભાઇ ધારૈયા, કકુભા બી. રાઠોડ, તથા રિદ્ધિશભાઈ દવે દ્વારા કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં કુલ ૩૫ શાળાઓના ૧૪૦ બાળકોમાથી શ્રેષ્ઠ ૧૨ બાળકોને રાજયકક્ષાની ક્વિઝ માટે પસંદ કરવામાં આવેલા. જેમને શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ તેમજ કાર્યક્રમમાં સામેલ તમામ બાળકોને પ્રમાણપત્ર તથા બોલપેન એનાયત કરવામાં આવેલ. શ્રેષ્ઠ ૧૨ વિદ્યાર્થીને રાજ્યક્ક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝમાટે પસંદ કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના એકેડેમિક કોઓર્ડીનેટર વિજયભાઈ કોટડીયા, સાયન્સ કોમ્યુનિકેટર ધર્મેશભાઈ મકાણી, આઈ.પી ઓફિસર પ્રશાંતભાઈ બારડ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં સામેલ થયેલ તમામ વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન, શા.સ્વા.ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande