સુરત, 3 ઓક્ટોબર (હિ.સ.): શહેરના કતારગામ વિસ્તારમાં રહેતો કાપડનો વેપારી ગતરોજ મહિધરપુરા ભાગળ ચાર રસ્તા થી રૂવાળા ટેકરા શાકભાજી માર્કેટ તરફ ચાલતા ચાલતા જઈ રહ્યો હતો. આ સમયે એક બાઈક પર આવેલા બે અજાણી વ્યક્તિઓએ તેમની નજીકમાંથી બાઇક ચલાવતા વેપારીએ દૂરથી બાઇક ચલાવવા માટે જણાવ્યું હતું. જેથી બાઇક પર સવાર બંને યુવકો તથા તેની સાથે અન્ય બાઇક પર સવાર બે યુવકોએ ભેગા મળી વેપારી સાથે ઝઘડો કરી ધક્કામુક્કી કરી તેમના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 98,000 ની ચોરી કરી ચારેય ઈસમો પલાયન થઈ ગયા હતા. જેથી આખરે બનનાર વેપારીએ મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય ઈસમો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના કતારગામ વિસ્તારમાં કતારગામ દરવાજા પાસે રહેતા ગફરામ ઉર્ફે ગુલફાર્મ હુસૈન કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 1/10/2025 ના રોજ સાંજે 4:00 વાગ્યાના અરસામાં ગુફરાન ચાલતા ચાલતા આગળ ચાર રસ્તા થી રુવાળા ટેકરા શાકભાજી માર્કેટ તરફથી ચાલતા ચાલતા જઈ રહ્યા હતા. આ સમયે એક જીજે.05.ટીએસ.2074 નંબરની બાઇક પર બે અજાણ્યા ઈસમોં આવ્યા હતા અને તેઓએ ગુફરાન હુસેન પાસેથી એકદમ નજીકમાં કટ મારી હતી. જેથી ગુફરાને બંને ઈસમોને બાઈક થોડી દૂરથી ચલાવવા જણાવ્યું હતું. જેથી બંને ઈસમોએ તેમની સાથે ઝઘડો કરી એલ ફેલ ગાળો આપી હતી. જેથી આખરે વેપારી ગુફરાન હજુ કઈ સમજે વિચારે તે પહેલા અન્ય બાઇક નંબર જીજે.5.એલટી.6721 નંબર ની બાઈક પર બીજા બે અજાણ્યા ઈસમો આવી ગયા હતા અને તેઓએ પણ ગુફરાન સાથે ઝપાઝપી કરી ધક્કા મૂકી કરી માર માર્યો હતો અને તેમના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 98000 ની ચોરી કરી લઈ પલાન થઈ ગયા હતા. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે