પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામમાં પ્રેમપ્રકરણમાં ચાર યુવકોના અર્ધમુંડન, વિડિયો થયો વાયરલ
પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનો એક યુવક પ્રેમપ્રકરણમાં યુવતીને મળવા લોદરા ગામ આવ્યો હતો. તેની સાથે અન્ય ત્રણ યુવકો પણ હાજર હતા. ગ્રામજનોએ આ ચારેયને પકડ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામમાં પ્રેમપ્રકરણમાં ચાર યુવકોના અર્ધમુંડન, વિડિયો થયો વાયરલ


પાટણ, 3 ઓક્ટોબર (હિ.સ.): પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાનો એક યુવક પ્રેમપ્રકરણમાં યુવતીને મળવા લોદરા ગામ આવ્યો હતો. તેની સાથે અન્ય ત્રણ યુવકો પણ હાજર હતા. ગ્રામજનોએ આ ચારેયને પકડી પાડ્યા અને કાયદો હાથમાં લેતા તેમની સાથે અપમાનજનક વર્તન કર્યું.

આક્રોશિત ગ્રામજનોએ યુવકોનાં માથાના વાળ બ્લેડથી કાપીને અર્ધમુંડન કરી નાખ્યું હતું. કેટલાક લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો. વીડિયોની સાથે તાલિબાની સજા જેવી ટીકાઓ પણ જોવા મળી રહી છે.

ઘટનાના વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. પોલીસ પણ હરકતમાં આવી છે. વારાહી PSI વાય.એન. પટેલે જણાવ્યું કે ચારેય યુવકોને પકડ્યા બાદ પોલીસે સંપર્ક કર્યો હતો, પરંતુ યુવકોએ આ મામલો સમાજનો હોવાનું કહીને કોઈ ફરિયાદ કરવા ઇનકાર કર્યો છે. લોદરા ગામના ચાર લોકોના નિવેદન લેવામાં આવ્યા હોવા છતાં, ફરિયાદ ન આવતા પોલીસ કાર્યવાહી નથી કરી શકી.

આ પ્રકારની ઘટના પહેલાં પણ જોવા મળી ચૂકી છે. લગભગ નવ મહિના પહેલા થરાદ પંથકમાં પણ એક યુવકને પ્રેમપ્રકરણ મામલે યુવતીને મળવા જતાં ગ્રામજનોએ પકડી પાડ્યો હતો અને તેના વાળ બ્લેડથી કાપી દીધી હતી તેમજ માર માર્યો હતો. તે ઘટનાનો પણ વીડિયો વાયરલ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande