સુત્રાપાડા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સુત્રાપાડા દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો
સોમનાથ 3 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ વિજયાદશમીના પાવન પ્રસંગે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી સૂત્રાપાડા ખાતે શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશા બારડ,સુત્રાપાડા કારડીયા રા
ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ


સોમનાથ 3 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ વિજયાદશમીના પાવન પ્રસંગે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા સમાજની વાડી સૂત્રાપાડા ખાતે શસ્ત્ર પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અખિલ ગુજરાત કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશા બારડ,સુત્રાપાડા કારડીયા રાજપૂત સમાજના પટેલ તથા આગેવાનો, વડીલો તથા મોટી સંખ્યામાં યુવાનો ઉષ્માભેર જોડાયા હતા.

વિજયાદશમી, જેને દશેરા તરીકે ઓળખવામાં આવે છે, તે શક્તિ, ધર્મ અને સત્યના વિજયનું પ્રતિક માનવામાં આવે છે. આ પર્વે શસ્ત્ર પૂજન કરવાની પ્રાચીન પરંપરાને અનુસરીને સમાજના સભ્યો દ્વારા શસ્ત્રોને પૂજવામાં આવ્યા. પૂજન દરમિયાન ધાર્મિક વિધિવિધાન સાથે આરતી અને શાંતિના સંકલ્પો લેવાયા.

આ પ્રસંગે અખિલ ગુજરાત ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશા બારડ દ્વારા જણાવ્યું હતું કે દશેરા પર્વ આપણને સત્ય અને ન્યાયના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આજના યુગમાં શસ્ત્રનો અર્થ માત્ર યુદ્ધ સુધી સીમિત ન રાખી, પરંતુ સમાજની સુરક્ષા, એકતા અને ન્યાય માટે કરાયેલી પ્રતિબદ્ધતા તરીકે સમજવો જોઈએ. અને સમાજના દરેક યુવાનો અને વડીલોને માં ભવાની અને સુખનાથ મહાદેવ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે આવી પ્રાર્થના

કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના યુવાનોને પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત રહેવા તથા સામાજિક સમરસતા અને એકતા જાળવવા માટે પ્રેરણા આપવામાં આવી. વડીલો અને આગેવાનો દ્વારા યુવા પેઢીને સંસ્કાર, સાહસ અને સમાજ સેવા માટે કાર્યરત રહેવાની અપીલ પણ કરવામાં આવી.

આ અવસરે અખિલ ગુજરાત ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ જશા બારડ, સુત્રાપાડા ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના પટેલ મસરી બારડ સહિત સમાજના તમામ અગ્રણીઓ, આગેવાનો, વડીલો અને સૈંકડો યુવાનોની હાજરીમાં કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande