જામનગર, 3 ઓક્ટોબર (હિ.સ.) : કોંગ્રેસના સાંસદ અને રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર રાજ્યની વિધાનસભાની ચૂંટણી પછી મતદાર યાદીમાં ચૂંટણી પંચ દ્વારા થઈ રહેલી ગોબાચારીનો આધાર-પુરાવા સાથે પર્દાફાશ કર્યો હતો.
મતદાર યાદીમાં અને દેશમાં ચૂંટણીઓમાં ચાલી રહેલી વ્યાપક ગેરરીતિઓ સામેની લડતને દેશવ્યાપી બનાવવા કથિત 'વોટ ચોર, ગાદી છોડ'ના નારા સાથે સહીં ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ ઝુંબેશના ભાગ રૂપે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે શહેરના વોર્ડ નાં 4 માં કથિત 'વોટ ચોર, ગાદી છોડ' ના નારા સાથેની સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો છે. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, સ્થાનિક વોર્ડના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ તથા અન્ય કોંગી અગ્રણીઓ દ્વારા આજે સહી ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો, અને સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને સહી ઝુંબેશ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt