સુત્રાપાડા પોસ્ટે વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગીર સોમનાથ
ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાન
સુત્રાપાડા પોસ્ટે વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ગીર સોમનાથ


ગીર સોમનાથ, 3 ઓક્ટોબર (હિ.સ.): જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ.નારણભાઇ ચાવડા તથા ગોવિંદભાઇ વંશનાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે સુત્રાપાડાના ઉપલાપાડા ગામે તુલશી શ્યામ સોસાયટી વિસ્તારમાં જાહેર જગ્યામાં જુગાર અંગે રેઇડ કરી ઇસમો વિરૂધ્ધ સુત્રાપાડા પો.સ્ટે. જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.

રહે તમામ-સુત્રાપાડા, ઉપલા પાડા, પાદર દેવી વિસ્તાર, જી.ગીર સોમનાથ

> કબ્જે કરેલ મુદામાલ

(૧) રોકડ રકમ રૂ.૩૯,૨૫૦/-

(૨) જુગાર સાહીત્ય કી.રૂ.00/00

કુલ મુદામાલ કી.રૂ.૩૯,૨૫૦/-

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande